Sunday, 8 January 2017

બસ સમય જતો રે છે તો શા માટે આટલી ચિંતા કરવી???

બસ સમય જતો રે છે તો શા માટે આટલી ચિંતા કરવી???
લ્યો સમય ને ક્યાં શરમ છે! એતો આપણે જ મૂર્ખ કાયમ થી કે રાહ જોયા કરવી યોગ્ય સમય ની . એવું જ હોય કે બધું સમય એની જાતે જ કરી લે છે તો આપણે કેમ આટલા ચિંતા માં હોઈએ છીએ ભવિષ્ય ની બાબત માં.
આમ વાતો મોટી મોટી કરવી કે બધું " સમય સમય બલવાન હૈં સમય સમય ને માન ...." જયારે ખરેખર પ્રેક્ટિકલી પોતાને અનુભવ થાય ત્યારે બધી ડાહી ડાહી વાતો પોતાના દફતર માં  પૅક થઇ જાય. ત્યારે પોતાનુ સહસ્ત્ર જ્ઞાન ઘાસ ચરવા ગ્યું હોય. સલાહ દેવી કેટલી સહેલી હોય છે,પણ અનુસરવી એજ સલાહ ને એટલી જ અઘરી. આપણે કેટલા નબળા હોઈએ છીએ નહીં !
એવું બને છે કે મારી પાસે કાંઈ જ નથી હોતું બોલવાનું છતાંય કેટલુંય ગૂંચવાયા કરતુ હોય છે હૃદય માં. જયારે બોલવાનું શરુ કરું છું ત્યારે સૈફ પાલનપુરી જેવી લાગણીઓ નો મારો થાય છે મારા પર..
"કહેવું છે ઘણું સૈફ અને કહી નથી શકતો
શબ્દો ની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું"
                          -સૈફ પાલનપુરી
મને મારી જ લાગણીઓ ગૂંગળાવ્યા કરે છે. શું કરવા તમને ખબર ? મને વિશ્વાસ નથી મારી  આવતી કાલ પર . મને એમ થાય કે મારી દરેક ક્ષણો ને ખોબા ભરી ભરી માણી લઉ .મને પાક્કી ખબર છે આ સમય ફરીથી ક્યારેય નહિ આવે . એક ક્ષણ હાથ માંથી છૂટી ગઈ પછી ક્યારેય પાછી નહિ આવે.બિલકુલ નદી ના પાણી ની જેમ જે સતત વહ્યા જ કરે છે. આપણે નદી માં ડૂબકી મારીએ પછી એની એ નદી માંથી બહાર નથી નીકળતા .એજ રીતે સમય સતત સરતો જ રહે છે . હા કેટલાક મહાનુભાવો કહે છે કોઈ પણ ક્ષણ પર રોકાઈ ના જવું જોઈએ. કારણ કે ભરાય ગયેલા પાણી જલ્દી ખરાબ થઇ જાય છે જયારે વહેતુ પાણી નિર્મલ રહે છે. તો શું આપણે કાયમ દોડ્યા જ કરવાનું? જેમ તરસ્યું હરણ ઝાંઝવા ના  જળ પાછળ દોડ્યા કરે એમ ! જયારે ખબર જ છે કે આ આંધળી દોટ આપણે જેની પાછળ લગાવી રહ્યા છીએ એતો ભ્રમ માત્ર છે. છતાંય આપણે દોડ્યા જ કરીયે છીએને!!! આપણે કોઈ પણ કારણ વગર બોલો વર્ષો સુધી દોડી શકીયે  છીએ કેવી આશ્ચર્ય ની વાત છે નહિ?
પછી વૃદ્ધ થવી ને કોઈક ના ઓટલા પર બેઠા હશું ને ...કોઈ યુવાનિયા કંઈક નવું સર્જન કરતા હશે કે કંઈક સ્વતંત્રતા થી જીવન જીવવા માટે ની પદ્ધતિ અપનાવતા હશે ત્યારે જોઈ જોઈ ને બસ મન માં તો બળાપો હશે કે આપણે આ પેઢી માં જન્મ્યા હોત તો સારું થાત પણ ખુલ્લા માં પોતાને મીઠી દ્રાક્ષ નથી મળી એવું તો સ્વીકારાય નહીં એટલે ચાલી નીકળે એ  દ્રાક્ષ ને ખાટી બનાવવા. ને પછી શરુ થાય નવી પેઢી ને જૂની પેઢી વચ્ચે નો 'જનરેશન ગેપ'  ...સમય નું અંતર જે વધતું જ જાય  છે કારણ આપણે પોતે !!! તો ચાલો ને આપણે કોઈ માટે જનરેશન ગેપ નું ઉદાહરણ બનવા કરતા બે પેઢી વચ્ચે સમય નો સાંધો કરીયે. જૂનું હોય એમાં સારું સારું યાદ રાખવા કરતા આપણે નવા સમય ના ફાયદા જોવા નો પ્રયત્ન કરીયે. પણ આ સમય સાથે ચાલી શકશો? કે મારી જેમ પીડાયા કરશો?? પોતાનું હોવાનું કારણ શોધવા માં સમય જતો રહેશે .ને બસ ઢસડાયા કરવું પડશે . વહેતા પ્રવાહ ના સામે ચાલવું હોય તો સંઘર્ષ તો રહેશે જ ને?
જયારે બધા ને રાજકારણ ના ગરમા ગરમ ચર્ચા ના મુદ્દા માં રસ હોય ત્યારે તમારે સુંદર ગુલાબ ની પાંખડી પર નિબંધ લખવો હોય. જયારે લોકો પોતાના કામ ની જગ્યાએ પોતાના જ કામ પર ધ્યાન આપતા હોય ત્યારે તમને એ વ્યક્તિ કેમ આટલી બધી કાર્યશીલ રહી શકે છે એમ ગુસ્સો આવતો હોય. જયારે તમારી આજુબાજુ બધા ને સર્ટિફિકેટ ની ચિંતા હોય ત્યારે તમે તો હજી એજ વિચારવામાં મશગુલ હો કે આ આભ્યાસક્રમ માં એક યુનિટ માં આટલા બધા મુખ્ય મુદ્દાઓ કેમ રાખતા હશે!
આપણે તો દૂધ સાથે કામ રાખવાનું હોય ગાય નું હોય કે ભેંસ નું !વાછડી આવી કે વાછરડો એનાથી આપણે શું? જયારે બધા તો દૂધ માંથી પોરા પણ શોધી લેતા હોય!!  શોધી લીધા પછીયે નાના છોકરા જેમ જ વિવાદ કરતા હોય.
બસ સમય જતો રે છે તો શા માટે આટલી ચિંતા કરવી???

No comments:

Post a Comment