Wednesday, 22 March 2017

ડર !

ડર !

ડર !
રાત ના ૨ કે ૨.૩૦ વાગ્યા હશે અમે લોકો અમારું શૈક્ષણિક પ્રવાસ કે શૈક્ષણિક કાર્ય Diu &Una ના શાળા અને કૉલેજિસ માં પતાવી આવ્યા. ભાવનગર આવ્યું આમ અડધી નહિ આમ તો આખી બસ વચ્ચે આવતા સ્ટોપ માં જ ખાલી થઇ ગઇતી.છેલ્લે અમે ૩ ૪ વિદ્યાર્થીનીઓ  ને અમારા ૨ sir ૨ peon ,clerk , એટલા જ વધ્યા. હું બસ માંથી ઉતરી મારો સામાન લઇ બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ના પાર્કિંગ માં મારી pleasure લેવા ગઈ. આ દરમિયાન અમારા સ્ટાફ મેંમ્બર્સ બસ માંથી બધી ઇન્સ્ટિટ્યૂટ ની વસ્તુઓ ઉતારવામાં હતા. એ લોકો જલ્દી જો સર -સામાન ઉતારી લે તો જલ્દી બસ ને રવાના કરી શકેને! આમેય એ લોકોએ અમને ૩  દિવસ સુધી સાચવ્યાતા. અમારી સાથે તો ક્યારેક અમારી પાછળ તેઓ ની નજર હતી. અમારી સ્વંતંત્રતા ને ધ્યાન માં રાખી અમને એક પણ જગ્યાએ રોક ટોક કર્યા વગર માણવા દીધું. છતાંય અમારી સલામતી ની પરવા એટલી જ કરી છે!
આમ એ લોકો બસ ને જલ્દી છૂટી કરી શકે અને બધા પોત -પોતાના ઘરે મોકલવા તથા પોતાના ઘરે જવા માટે ની તૈયારી માં હતા. એટલે મેં જ કોઈ મોટી વ્યક્તિ ને ના કહ્યું કે મારી સાથે આવો! મારી સ્કુટી લેવા. એટલે મેં એકલા જ જવાનું પસંદ કર્યું. હું ગઈ! tour નો આનંદ એટલો હતો કે કઈ યાદ જ ના હતું. એટલે ચાલતા એક્સટર્નલ વિભાગ પહોંચી ગઈ. પણ જેવી મારી નજર એની મોટી મોટી બારી પર પડી કે મને ડર લાગ્યો. એની એજ ક્ષણે મને એડગર એલન પો યાદ આવી ગયા. મગજ માં કોણ જાણે ત્યારેજ એ ચમકારો થવાનો હતો. આખા ચિત્ર ઉભા થઇ ગયા. અત્યાર સુધી ના horror જેટલા શૉ કે મૂવી જોયતા એ બધા ની અસર એક ક્ષણ માં જ આવી ગઈ. પછી તો સ્કુટી ૩ વખત સેલ કરી તોય ઉપડી નહિ. જોકે ઉપડેજ નહિ. રાતે ગિયર વગર ના engine સૌ ઠરી ગયા હોય એટલે જલ્દી પેટ્રોલ ના ઉપાડે એટલે બહુ બધા સેલ ઍપ કરીયે તો જ ઉપડે.પણ હું હતી પરિસ્થિતિ માં તો એ, ગાડી ના ઉપડે એ પણ કોઈ supernatural power ની ઈચ્છા દેખાય. બસ ,પછી ગાડી ઉપડી મારી, કે હું અંદર થી ઉપર ચડાવા મારાથી દેવાતું એટલું exicilator દીધું. એમ થયું કે હાશ ! હવે હું સલામત છું.