Thursday, 16 February 2017

ઝેરીલી નાગણ જેવી ઈચ્છાઓ મારી આ રોજ રોજ ડંખ્યા કરે,

ઝેરીલી નાગણ જેવી ઈચ્છાઓ મારી આ રોજ રોજ ડંખ્યા કરે,
સાંજ પડેને મને તારી જ સ્મૃતિઓનું વળગણ કંઈક એવું ચડે!
દિવસ ઉગેને સાથે હુંય ઉગુ કંઈક એવા નવા વિચાર થી,
સાંજ પડેને મને તારી જ સ્મૃતિઓનું વળગણ કંઈક એવું ચડે!
આ રોજ રોજ એકજ વિચાર માં, મારો આખોય દિવસ ચાલ્યો જાય!
સાંજ પડેને મને તારી જ સ્મૃતિઓનું વળગણ કંઈક એવું ચડે!
સમજાવું મારા આ ચંચળ મન ને કે મરીચિકા પાછળ ના દોડ,
ઝાંઝવાના જળ કરતા ઠંડી આ રાત ના સપ્નાંઓ નું જોર ચડે,
સાંજ પડેને મને તારી જ સ્મૃતિઓનું વળગણ કંઈક એવું ચડે!
ઝેરીલી નાગણ જેવી ઈચ્છાઓ મારી આ રોજ રોજ ડંખ્યા કરે!
સાંજ પડેને મને તારી જ સ્મૃતિઓનું વળગણ કંઈક એવું ચડે!

Tuesday, 7 February 2017

બસ તુ જ મને ગમે છે !

બસ તુ જ મને ગમે છે !
કોઈ જ કારણ ના હોય તોય તું મને ગમે છે !
ને હજારો કારણ હોય તોય તું મને ગમે છે!કારણ -અકારણ ની રમત માં તું મને ગમે છે !
જાણ્યા -અજાણ્યા ની રીત માં તું મને ગમે છે!
નથી તું મારા હાથ માં છતાંય તું મને ગમે છે!
નથી રહેવું તારા સાથ માં છતાંય તું મને ગમે છે!
મારે નથી તારું કોઈ કામ તોય તું મને ગમે છે!
ને હશે જો તારે મારુ કામ તોય તું મને ગમે છે!
દૂર દૂર દેખાય તું મને !તોય તું મને ગમે છે!
ને નજીક હોય તોય શું? તું મને ગમે છે!!
જોકે,ઓછા મોકા મળે તને મળવાના છતાંય તું ગમે છે!
ને તારે મને ના મળવું હોય તોય તું મને ગમે છે!
આ તારું ક્ષણિક મને જોવું મને ગમે છે!
નથી જોવું મારે આ તારું જોવું છતાંય તું માને ગમે છે!
બસ તું મને ગમે છે,બસ તું મને ગમે છે!
નથી હું તારા પ્રેમ માં બસ તું મને ગમે છે!!!